ઇસ્લામ અને લગ્નજીવન અંગે 29મી જાન્યુઆરીએ સરખેજના રોઝામાં સેમિનાર યોજાશે
કડીવાલ મુસ્લિમ ઘાંચી જમાતના ચોખરૂંની શરૂઆત 1886થી એટલે કે 125 વર્ષથી કરવામાં આવે છે. આ વખતે ચોખરૂ (સમૂહ નિકાહ) નું આયોજન આગામી 22મી જાન્યુઆરીએ કલોલમાં કરવામાં આવ્યું છે જેમાં દેશ-વિદેશના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને તેમાં 51 યુગલોના નિકાહ થશે.
જમાતના પ્રમુખ જમીલ ઘાંચીએ જણાવ્યું હતું કે ચોખરૂના આયોજનનો મુખ્ય ઉદ્દેશ સમાનતા છે. ગરીબ, મધ્યમ અને ધનિક વર્ગના દુલ્હા-દુલ્હનના વિવાહ એક સમાનરીતે થાય, દરેકના નિકાહના કપડાં એક સમાન હોય અને દરેકને એકસરખું મહત્વ મળે તે છે. યુગલ તરફથી કોઇ ખર્ચ કરવાનો થતો નથી.
ચોખરૂ બાદ નવયુગલોને તેમની શરૂ થનારી નવી જીંદગી વિષે વાકેફ કરવા એક દિવસનો સેમિનાર પણ યોજવામાં આવનાર છે જેમાં લગ્નજીવન, લગ્નજીવનનું મહત્વ, પતિ-પત્નિના હક્ક અને ફરજો, બાળકો અને પરિવાર પ્રત્યેની જવાબદારી સહિતની બાબતોનું માર્ગદર્શન અપાશે. 29મી જાન્યુઆરીએ અમદાવાદના સરખેજના રોઝા ખાતે સવારે 10 વાગ્યે આ સેમિનાર શરૂ થશે.
Congratulation! Now people from the all sides of the world are reading you.
ReplyDelete